છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતમાં આવતા ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આજે છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતમાં આવતા ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકની અંદર ઉપસ્થિત સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી,પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ,છોટાઉદેપુર લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી ડી એફ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.