Gujarat

ખીજડીયા અમરેલી મીટરગેજ માંથી બ્રોડગેજ  રૂપાંતરના ખાતમુહૂર્ત પ્રસંગને આવકારતાં અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો

અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે ખીજડીયા અમરેલી મીટરગેજમાંથી બ્રોડગેજ લાઈનનું ખાતમુર્હુત કરતા વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમની અંદર ગરીમામય ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી  પુરુષોત્તમભાઈ રૂપાલા ,સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા સહિતના આગેવાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું  આ શુભ પ્રસંગે આ બ્રોડગેજ લાઈન માટે દિલીપભાઈ સંઘાણીએ પેલું પોસ્ટકાર્ડ લખ્યું હતું
એવું  પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવેલ ત્યારબાદ ક્રમશ આ કામ માટે  પુરષોત્તમભાઈ રૂપાલા અને નારણભાઈ કાછડીયાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને અમરેલીની વર્ષો જૂની માંગણી આજરોજ પરિપૂર્ણ થતાં તેની શુભેચ્છા પાઠવતા અમરેલી ડીસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગીરથ ત્રિવેદી, ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢા, દિવ્યેશભાઈ વેકરિયા મંત્રી  કમલેશભાઈ ટાંક સહમંત્રી અંકુરભાઈ જાવિયા મંત્રી નિમેષભાઈ બામરોલીયા સહિતના લોકોએ શુભેચ્છા પાઠવી હતી એમ અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.