સુરતના કામરેજ તાલુકાના ખોલવડ નજીક કન્ટેનર પલટી મારી ગયું હતું. ટાયર ફાટતાં પલટી મારી ગયેલા કન્ટેનરને લઇને એક બાજુનો હાઇવે બ્લોક થઇ જતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને કન્ટેનર હાઈવેની સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કન્ટેનર નંબર DD 01 E-9422 સેલવાસથી દોરા ભરી પંજાબના લુધિયાણા ખાતે જઈ રહ્યો હતો. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ નજીકના ઓવર બ્રીજથી પસાર થતી વેળાએ કન્ટેનરનું આગળનું ટાયર ફાટ્યું હતું. જેને લઇને કન્ટેનર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ડીવાઈડર ચઢી ગયું અને પલટી મારી ગયું હતું. અકસ્માતના પગલે કીમ તરફ જતા ટ્રેકવાળા હાઇવે પર વાહનોની લાંબી કતાર સર્જાય હતી. ને.હા ઓથોરિટી સહિત ટ્રાફિક પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી ક્રેન મારફતે કન્ટેનરને સાઇડ કરવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે મોટી જાનહાનિના સમાચાર ન મળતાં હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.



