શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગાદર્શન તેમજ ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ.
દેશના 78 માં ગણતંત્ર દિવસ પર સોમનાથ જ્યોતિર્લિંગને કેસરી સફેદ અને લીલા પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલ આ સાથેજ સોમનાથ મંદિરમાં ગર્ભગૃહમાં માતા ગંગાનું સ્વર્ગમાંથી અવતરણ થયું હોય અને મહાદેવની જટાઓમાંથી ગંગા માતાના અવતરણ દર્શન ભાવિકોને કરાવવામાં આવેલ.
લોકો સાક્ષાત ગંગોત્રીમાં હોય એટલી પવિત્રતાથી ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ શ્રૃંગાર ભગવાન શિવ અને દેવી ગંગા વચ્ચેના પૌરાણિક સંબંધને દર્શાવે છે.
ભગીરથના તપથી પ્રસન્ન થઈને શિવજી સ્વર્ગમાંથી ગંગા ને પોતાની જટામાં ધારણ કરી પૃથ્વી પર વહાવે છે.

