Gujarat

શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયો હરહર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા

શ્રાવણના છેલ્લા સોમવાર અને અમાસનો અનોખો સંગમ સાથે વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી હતી. બારડોલી નગરના કેદારેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો હરહર મહાદેવના નારા સાથે શિવાલયનું ગુંજવી દીધુ હતું.

શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અમાસ હોવાને કારણે શિવભક્તોમાં અનુરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ​​​​​​​વહેલી સવારથી જ ભક્તો શિવાલયમાં કતારબદ્ધ દર્શનાર્થે ઊભા રહ્યા હતાં. બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરેભક્તો ભગવાન ભોળાનાથને ફૂલનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

વાઘેશ્વર મહાદેવ મંદિરે પણ સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. જ્યારે ગલતેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોનું જાણો ઘોડા પુર આવ્યું હોય તેમ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભોળાનાથના દર્શનનો લ્હાવો લીધો હતો.