છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર નગરના પાવર હાઉસ ખાતે તેઓની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના હાથ સે હાથ જોડોના પ્રદેશના કો કન્વીનર અને છોટાઉદેપુર લોકસભાના ચૂંટણીના સંયોજક પ્રોફેસર અર્જુન રાઠવા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ રાઠવા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલીયા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

