વાક્ બારસ, ધન તેરસ, દિપાવલી , નૂતન વર્ષ ભાઈબીજ, તહેવારો નિમિતે મંદિરો પણ સોળે શણગાર સાથે સજજ થતાં જોવા મળે છે.
સામાન્ય રીતે દિવાળીના દિવસો નજીક આવે એટલે ભારતીય સંસ્કૃતિમાં લોકો પોતાના ઘર, દુકાન, ફેક્ટરી વગેરેની સાફ-સફાઈ તેમજ સુશોભન માટે એકાદ દિવસ કે રાત્રિ સમય ફાળવીને પણ ઘર દુકાન કે ફેક્ટરીને જગમગાટ કરતાં જોવા મળે છે. એવી જ રીતે ભારતીય સંસ્કૃતિનમાં દિવાળી એ સૌથી મોટો તહેવાર હોય મંદિરોમાં પણ સાફ સફાઈ અને સુશોભન કરવામાં આવે છે.

મંદિરો પણ લાઈટના તેમજ દિવડાઓથી સુશોભિત કરી ઝગમગાટ સાથે પ્રકાશિત થતાં જોવ મળે છે આમ પણ ચોમાસાના દિવસો પૂર્ણ થતાં મંદિરોના પ્રાંગણમાં ઉગેલ બિનજરૂરી ઘાસ કે છોડને પણ દૂર કરી મંદિરનાં પ્રાંગણને રળિયામણાં બનાવવા આવે છે.વિવિધ રંગોળી દ્વારા સુશોભિત કરવામાં આવે છે. સાવરકુંડલા શહેરમાં પણ આજરોજ હાથસણી રોડ નાગનાથ સોસાયટી સ્થિત ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરમાં આ શિવમંદિરના પૂજારી અને સેવક પ્રશાંતભાઈ મંદિરની સાફ-સફાઈ કરતાં જોવા મળે છે.
બિપીન પાંધી

