પીએમ મોદીના ઉદબોધનનું લાઈવ પ્રસારણ કરાયું, સાથે ૨૫ ગ્રામપંચાયતોની ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું.

તા. 2.10.24ના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન સાંસદ જશુભાઈ રાઠવા , જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર , જિલ્લા વિકાસ અધિકારી સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સાંસદે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનને ૧૦ વર્ષ પૂર્ણ થતા સ્વચ્છતા અભિયાન થકી મેળવેલ સિદ્ધિઓ અંગે વાત કરી જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ અંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

તો જિલ્લા પંચાયત પ્રમુખે પણ આજના પ્રસંગે સ્વચ્છતાના ફાયદા અને ગંદકીના દુષ્પરિણામો વિશે વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં કરેલ ઉદબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું , કાર્યક્રમના ભાગરૂપે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ૨૫ ગ્રામપંચાયતોની સ્વચ્છતા માટે જરૂરી ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર