Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગાંધીજી ને સૂતર ની આતી પહેરાવી, સામૂહિક રીતે ખાદી ખરીદવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

૨ ઓકટોબર, ગાંધી જયંતિ નિમિતે, ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ચાંદી બજાર ખાતે આવેલ ગાંધી પ્રતિમા ને સુત્તર ની આંટી પહેરાવવામાં આવેલ. આ ઉપરાંત જામનગર ખાદી ભંડાર ખાતે સામૂહિક ખાદી ખરીદી નો કાર્યક્રમ યોજવામાં આવેલ.

ભારતીય જનતા પાર્ટી, જામનગર શહેર અધ્યક્ષ દ્વારા ગાંધી જયંતિ નિમિતે ખાદી ખરીદી કરવા લોકો ને અપીલ કરવામાં આવેલ. આ સાથે પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ હોદેદારો દ્વારા સામૂહિક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવેલ.

 

આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મેયર વિનોદ ખિમસુરિયા, ડે મેયર ક્રિષ્ના બેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, સાસક પક્ષ નેતા આશિષ જોશી, શિક્ષણ સમિતિના પ્રમુખ મનીષ કનખરા, પૂર્વ મેયરો, પૂર્વ પ્રમુખો, શહેર સંગઠન ના હોદેદારો, પદાધિકારીઓ, શિક્ષણ સમિતિના સભ્યો સહિત વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, પેઇજ પ્રમુખો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.