Gujarat

દિવાળી પહેલાના રવિવારે ભાવનગરની બજારો ગ્રાહકોથી ઉભરાઈ, કપડા, ફટાકડા સહિતની ધૂમ ખરીદી

દીપોત્સવ પર્વની શરૂઆત થવાને હવે એક દિવસ જ બાકી છે ત્યારે ભાવનગર શહેરમાં આવેલી અલગ અલગ બજારોમાં લોકોની ભીડ દિનપ્રતિદિન વધુ ને વધુ જોવા મળી રહી છે સવારથી જ બજારો ભરચક જોવા મળે છે. બજારમાં ગ્રાહકોની ભીડને જોઈ વેપારીઓને પણ સારા વેપારની આશા બંધાઈ છે.

દિવાળી પર્વ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગત રવિવારે શહેરમાં સવારથી જ ખાસી ચહલપહલ વધવા સાથે મહિલાઓ બાળકો સહપરિવાર દિવાળી ખરીદી માટે નીકળ્યા હોય એવો માહોલ ચોક્કસ જોવા મળ્યો હતો, અને મોડી સાંજ સુધી બજારોમાં લોકો ની ભીડ અકબંધ રહી હતી, આ ભીડને લઈને કોઈ પણ વ્યક્તિ અનુમાન સરળતાથી લગાવી શકે કે લોકો માં ખર્ચ-ખરીદીનો ઉત્સાહ છે.

ગોહિલવાડમાં પર્વની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે આ મહાપર્વેની ઉજવણી માટે બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જોકે, હજુ જેમ જેમ દિવસો નજીક આવતા જશે તેમ તેમ લોકોની ભીડ જોવા મળશે, દીપાવલી પર્વના છેલ્લા રવિવારે લોકો બજારોમાં ખરીદી કરવા નીકળ્યા હતા.