Gujarat

સરકાર શ્રી દ્વારા ચાલતા આરોગ્ય ના  RBSK – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ  જોડીયા તાલુકા ના કેસિયા ગામ ની દોઢ વર્ષ ની દીકરી જાનકી  નું   –  ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પ્લેટ ( તૂટેલ હોઠ અને તૂટેલુ તાળવું ) નું સફળ ઓપરેશન

જોડીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાલંભા ના કેશિયા ગામ માં રહેતા ખેત મજુરી કરતા રમેશભાઈ ટોયટા ને ૨૭-૧૧-૨૦૨૨ ના રોજ દીકરી નો જન્ય થયો હતી દીકરી ને જન્મ થીજ તૂટેલું તાળવું અને તૂટેલ હોઠ ની જન્મ જાત ખામી હતી.
આ જાણ જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ સાહેબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા , તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કેશીયા ગામ ની આરોગ્ય ટીમ ના  એફ.એચ.ડબલ્યુ આરતીબેન જાદવ ને થઇ અને તેના દ્વારા જોડિયા ની RBSK – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ ની ટીમ ને જાણ કરવામાં આવી. આ ટીમ ના ડો.સેજલ કરકર અને ડો.દેવજી નકુમ દ્વારા બાળક ની ગૃહ મુલાકાત કરી પરિવાર ને તૂટેલું તાળવું અને તૂટેલ હોઠ ની જન્મ જાત ખામી વિષે પુરતી માહિતી તેમજ સમજણ આપવામાં આવી.
તેમજ વારંવાર મુલાકાત લેવામાં આવી બાળક નું વજન અને લોહી ની ટકાવારી સારી થયા બાદ RBSK ડોક્ટર ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરી રાજકોટ ધ્રુવ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા ૧૩-૦૧-૨૦૨૪ ના રોજ તૂટેલા હોઠ નું ઓપરેશન કરવામાં આવ્યું અને ૧૫-૦૭-૨૦૨૪ ના રોજ તૂટેલા તાળવા નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. અત્યારે બાળક ની પરીસ્થિતિ સારી છે તેમજ વજન પણ વધ્યો છે અને લોહી ની ટકાવારી પણ સારી છે.
ધ્રુવ સર્જીકલ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોકટર ની ટીમ દ્વારા ખૂબ જ કૂનેહથી શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરવામાં આવી. આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહ્યું છે. માતા પિતા અને પરિવાર ગદગદિત થઈ ડૉકટરો અને આરોગ્ય તંત્રને વખાણીને સર્વ પ્રત્યે ખુબ ખુબ આભાર પ્રગટ કરે છે. આરોગ્ય તંત્ર દ્વારા તૂટેલા હોઠ અને તૂટેલા તાળવા ની સમગ્ર સારવાર અને ઓપરેશન ( સર્જરી ) તદ્દન વિનામૂલ્ય કરવામાં આવ્યુ.
રિપોર્ટર=શરદ એમ.રાવલ.