Gujarat

જેતપુરના બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિ ગંભીર  ઈજાગ્રસ્ત

જેતપુરના બોખલા દરવાજા પાસે આવેલ જૂની જર્જરીત ઇમારતમાં ગત રાત્રીના મોબાઇલની દુકાનો સ્લેબનો ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી.જેમાં.નીચે ઉભેલા એક વ્યક્તિ પર કાટમાળ પડતા હાથ પગ તેમજ માથાના વાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ લોકોમાં દોડધામ મચી હતી. ઘટના સ્થળે પોલીસ તેમજ નગરપાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા.
બનાવની વિગતો પ્રમાણે ગત તારીખ 9 ની મોડી સાંજે જેતપુર શહેરના મુખ્ય કહેવાતા વિસ્તાર બૉખલા દરવાજા પાસે આવેલ જૂની જર્જરીત ઇમારતમાં આવેલ વિશાલ નામની મોબાઇલની દુકાનનો સ્લેબ તૂટી પડતા નીચે સોડા શોપની દુકાન તેમજ રેકડીને નુકસાન થયું હતું જ્યારે દુકાન નીચે ઊભેલ મુસ્તાક વજીદભાઈ પરમાર (ઉ.વ.40) કાટમાળ માથે પડતા પગ તેમજ માથાના ભાગ ગંભીર રીતે વાગતા સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્લેબનો એક્સાઇડનો ભાગ તૂટી પડતા મોબાઇલની એસેસરીઝનો સામાન પણ નીચે પડયો હતો. તેમજ લોકોમાં દોડધામમાં મચી જવા પામી હતી.
 અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર નવાગઢ નગરપાલિકામાં ઘણી જગ્યાએ આવા ર્જજરીત ઇમારતો આવેલ છે. ગત રોજના બ બનેલ બનાવવામાં ઇમારતનો કાટ માળ હજુ પણ નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા આવા જર્જરીત ઇમારતોના ઇમલાઓ નીચે ઉતારવા તાતી જરૂર છે. ઘટના સ્થળે પોલીસ તેમજ નગરપાલિકાના અધિકારીઓ આવી પહોંચ્યા હતા.