Gujarat

ચોરવાડ : આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ. નું આયોજન

ચોરવાડ ખાતે..સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ મુકામે સરકારી.છેવાડાના માનવી સુધી આયુર્વેદિક દવાઓ અને પદ્ધતિઓનો પ્રચાર  થાય એવા ઉમદા હેતુ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ મુકામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ દ્વારા એક આયુર્વેદ આરોગ્ય મેગા કેમ્પ  નિદાન કેમ્પ રાખવામાં આવેલો.. જેમાં આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ના હરસ, મસા અને ભગંદરના નિષ્ણાંત શ્રી ,,પંચકર્મના નિષ્ણાંત શ્રી ,,સ્ત્રી રોગની નિષ્ણાંતશ્રી, ચામડીના દર્દના નિષ્ણાંત શ્રી તથા અન્ય તમામ પ્રકારના રોગો માટેના નિષ્ણાતોની એક ટીમ આવેલી હતી. જેમણે ચોરવાડ અને એની આસપાસના ગામોના 300 થી વધારે દર્દીઓને આયુર્વેદિક દવાઓનો લાભ પૂરો પાડ્યો અને સાથે દૈનિક દિનચર્યાઓ દ્વારા કઈ રીતે નિરોગી રહી શકાય તેના વિશેની માહિતી પૂરી પાડવામાં આવી. આ સાથે વધારે જે દવાઓ ની જરૂરિયાત પડે અને કોઈ તો એની માટે વિસણવેલ આયુર્વેદ દવાખાનું નો સંપર્ક સાધવા જણાવેલ. આ મેગા કેમ્પમાં સફળ બનાવવા માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલના ટીમ, તાલુકા આરોગ્ય કચેરી ની ટીમ એ સારી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ. અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક શ્રી ની ટીમ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલ. ભવિષ્યમાં પણ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે આવા કેમ્પો કરતા રહેવા માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલ કટિબદ્ધ છે.