Gujarat

ફાઇનાન્સિયલ લીટરસી કેમ્પનું આયોજન

આરબીઆઇ દ્વારા દર વર્ષે ફાઇનાન્સિયલ લીટરસી  વીક ની ઉજવણી થતી હોય છે.ત્યારે આ વર્ષે પણ ઉજવણી ના ભાગ રૂપે કાર્યક્રમો થઇ રહ્યા છે જે સન્દર્ભે કપડવંજ ખાતે ઇન્ડિયન સ્કુલ ઓફ માઈક્રો ફાઈનાન્સ ફોર વુમન (ISMW) દ્વારા સંચાલિત CFL(નાણાકીય સાક્ષારતા કેન્દ્ર) દ્વારા પણ કપડવંજ, ઠાસરા, કઠલાલ ખાતે જાગૃકતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે સદર્ભે દાણા ગામ ખાતે FL Week ઉજવણીના ભાગ રૂપે શિબિરનું આયોજન કરવામાં આવ્યું, તેમાં બચત, સ્ટુડન્ટ લોન, ફ્રોડ (સાયબર ક્રાઈમ) થી બચાવ ની જાણકારી,IMSW ની કામગીરીની માહિતી સાથે PMSBY, PMJJBY, APY, એટીએમ/Debit, Credit કાર્ડનો ઉપયોગ, BOB World, SBI Yono એપ્લિકેશન, ડિજિટલ બેંકિંગ, વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આજના કાર્યક્રમ મા DPC સાહેબ હાજર રહી તેમના દ્વારા માર્ગદર્શન, માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કપડવંજ-CLF ના એફ. સી રજનીકાન્ત શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.