તારીખ ૧૫-૧૦-૨૪ થી ૧૬-૧૦-૨૪ દરમિયાન શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત હિમોગ્લોબીન ટેસ્ટનું આયોજન કરાયું, જેમાં રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા ઊર્મિબેન મકવાણાએ કુલ ૧૨૭ બહેનોનો હિમોગ્લોબીન ટેસ્ટ કર્યો. મેહુલભાઈ વ્યાસે તથા પ્રા.ડો . રુક્સાનાબેન કુરેશીએ આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો. કાર્યક્રમના સંયોજક તરીકે પ્રા. છાયાબેન શાહે ભૂમિકા ભજવી.

કાર્યક્રમના આયોજનમાં કોલેજના પ્રિન્સિપાલ ડી. એલ. ચાવડા સાહેબે મહત્વની ભૂમિકા ભજવી. સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો.
બિપીન પાંધી

