Gujarat

ગુજરાત સાયન્સ સીટી ખાતે સમર કાર્નિવલનું આયોજન

ગુજરાત સાયન્સ સીટી દ્વારા તા.17-5-2024થી તા.31-5-2024 દરમ્યાન સમર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તા 24-5-2024ના રોજ મેથ્સ થ્રુ ઓરિગામી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રાધનપુર તાલુકાના વડનગરની વિવેકાનંદ વિદ્યાલયના પ્રિન્સિપાલ કલ્પેશભાઇ ડી. અખાણીએ તજજ્ઞ તરીકે સેવા આપી હતી.

આ વર્કશોપમાં તેમણે મોડયુલર કયુબ, સિંગલ પેપર માંથી કયુબ, પિરામિડ, બોકસ, એન્વલપ, પક્ષી તેમજ રિક્રેએશનલ મેથેમેટિક્સની બાયનરી નંબરની મેજીક ટ્રિક એકટિવીટી, વિન્ડોરિડર ટ્રિક એકટિવીટી, ટોપોલોજીકલ પઝલ એકટિવીટી વિદ્યાર્થીઓ પાસે કરાવી માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ, ગાંધીનગરની જુદી જુદી શાળા તેમજ કોલેજના 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.