તપના વધામણા માટે પંચહાનિકા મહોત્સવનો આરંભ
મનીષ જોષી “મૌન” દ્વારા
વડોદરાના નિઝામપુરા જૈન સંઘમાં રક્ષાબંધનના દિવસે ત્રણ સાધ્વીજી ભગવંતોના માસક્ષમણના પારણા યોજાશે. તપના વધામણા માટે પંચહાનિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાના શ્રી શ્રેયસકર આદિનાથ જૈન સંઘ નિઝામપુરામાં પાંચ દિવસનો પંચાનિહકા મહોત્સવનો પ્રારંભ થતા આચાર્ય ગુણરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય મુનિસરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તપસ્વીના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
જે બાદ “ધાર્મિકતાનો કમાલ ” વિષય પર ટેલેન્ટ શો યોજાયો હતો. રવિવારે તપ ધર્મના વધામણા કરવામાં કરાશે. તપની અનુમોદના માટે સામૂહિક આયંબિલ તપ તોરલબેન મિહિરભાઈ શાહ દ્વારા કરાવવામાં આવશે. બહેનોની સાંજી “તપ ધર્મને સલામી ” વિષયને લઈને તપસ્વી મહારાજના સંસારી પરિવાર દ્વારા કરવામાં આવશે.
સંઘમાં બિરાજમાન નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંત સાધ્યરેખાશ્રીજી, શુદ્ધમરેખાશ્રીજી તથા જીનારીયમ રેખા શ્રીજી મહારાજ સાહેબ 30 ઉપવાસ એટલે કે માસક્ષમણ તપ પૂર્ણ કર્યો છે જેના પારણા સોમવારે રક્ષાબંધનના દિવસે શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘના આંગણે યોજાશે . આચાર્ય મુનીસરત્ન સર્જી મહારાજ તથા પંન્યાસ જીનેસરત્ન વિજયજી મહારાજ પરમપદને પામવા તપનો મહિમા સમજાવશે . ત્યારબાદ નવકારસી કરાવવામાં આવશે.

