Gujarat

વિજયપુર ગામમાં 14 લાખના ખર્ચ પંચાયત ઓફિસ બનશે; 55 સ્ટ્રીટ લાઈટ નાખી અંધારા દૂર કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના 1200 ની વસ્તી ધરાવતા વિજયપુર ગામમાં રૂપિયા 14 લાખના ખર્ચે પંચાયત ઓફિસ બનશે. આ ઉપરાંત ગ્રામજનો પોતાનો સામાજિક પ્રસંગ સારી રીતે પાર પાડી શકે તે માટે રૂ 4 લાખના ખર્ચ કોમ્યુનિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ ગામના સરપંચ સરલાબેન ભરતભાઈ ગોહેલે જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે ગ્રામજનોને પાણીની અછત ન સર્જાય તે માટે 2000 ફૂટ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી.

આ ઉપરાંત પાણી માટેનો પંપ બનાવવામાં આવ્યો છે તેમજ પાંચ ચેકડેમ ઊંડા ઉતારવામાં આવ્યા છે આ ઉપરાંત ગામનું તળાવ ઊંંડું ઉતારવાનું કામ પણ કરવામાં આવ્યું છે. 2 કોઝવે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામના લોકોને રાત્રિ દરમિયાન આવા ગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળો પર 55 જેટલી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે.ગામમાં સમયાંતરે વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે.

સીસીટીવી કેમેરા મુકવાનું આયોજન ગામની સુરક્ષામાં વધારો થાય તે માટે સીસીટીવી કેમેરા મુકવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામમાં સરકારી કામને લગતા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ ગામના ખેડૂતોને સરકારી યોજના તેમજ ખેતીમાં આવતી નવી પદ્ધતિથી માહિતગાર રહે તે માટે ખેતીવાડી ને લગતા કેમ્પ પણ યોજાય છે.