Gujarat

સમર્થધામમાં પંચબલી મહાયજ્ઞ મહોત્સવ

દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર આવ્યો છે. જેમા ચાર યુગમાં એક જ વખત થયો છે એવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્ત ગોજીયા(આહિર) પરિવાર દ્વારા નવી મોવાણાના સમર્થ ધામના આંગણે થવા જઈ રહ્યો છે.

સમર્થધામમાં 3300 દેવીદેવતા બિરાજમાન છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યદુનંદન,નંદનંદન દ્વારકાધીશ ભગવાન, કરૂણામુર્તિ-તેજોમુર્ તિ કુળદેવી ચામુંડા માતાજી તેમજ સમર્થધામના 3300 દેવી દેવતાઓની પરમ અનુકંપાથી તેમજ સમર્થપીરની પ્રેરણાથીસર્વજન હિતાય, સર્વાનુમતે સમસ્ત ગોજીયા(આહિર) પરિવારના સમસ્ત પિતૃદેવ તથા ભાયાદાદાની સદગતિ, મોક્ષગતી માટે વૈદિક પરંપરા અનુસાર 111 કુંડી પંચબલી મહાયજ્ઞનું તા.17 એપ્રિલથી તા. 21 એપ્રિલ દરમિયાન સમર્થધામ-નવી મોવાણ (ખંભાળિયા)

ખાતે ભવ્યઆયોજન થયુ છે. પંચબલી મહાયજ્ઞમાં 111 પ્રેતબલી, 111 નાગબલી, 111 નારાયણબલી, 111 ભુતબલી અને 111 નીલોત્સર્ગ એમ કુલ 555 હવન થશે અને 11 જોડી વાછરડા-વાછરડીને પરણાવવામાં આવશે. તા. 17 એપ્રિલના પ્રેતબલી યજ્ઞ, તા.18 એપ્રિલના નાગબલીયજ્ઞ, તા. 19 એપ્રિલના ભુતબલી યજ્ઞ, તા.20 એપ્રિલના નારાયણબલી યજ્ઞ અને તા. 21 એપ્રિલના નિલોત્સર્ગ યજ્ઞ (લિલ) યોજાશે. આ કાર્યક્રમની સાથે સાથે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

જેમાં તા.21 એપ્રિલના રોજ સાંજે માયાભાઇ આહિર, બીરજુ બારોટ અને વજુભાઇગોજીયા દ્વારા લોક ડાયરો યોજાશે. તેમજ તા. 18 એપ્રિલના રોજ મહારાસ રાખવામાં આવેલ છે. જેમાં જુલીબેન ગોજીયા, અર્જુન આહિર અને હિનાબેન આહિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમગ્ર યજ્ઞ શાસ્ત્રીજીશ્રી મહેશભાઇ લાબડીયાની દોરવણી મુજબ કરવામાં આવનાર છે. આ પંચબલી મહાયજ્ઞમાં પ્રસાદીરૂપે ભોજન અવિરતપણે ચાલુ જ રહેશે.

આ દિવ્ય સમોયજ્ઞના દર્શન કરવા તેમજ ભગીરથ કાર્યમાં પુણ્યનું ભાથું બાંધવા અને પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આત્મા કલ્યાણ તેમજ સમર્થધામના અનેક દેવી દેવતાઓના દર્શનનો લાભ એક જીવનનું સંભારણું બની રહેશે.