યાત્રાધામ દ્વારકા ખાતે તમામ તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શ્રી વિનાયક ચોથની ઉજવણી અંતર્ગત અહીં સેવા ક્ષેત્રે જાણીતા રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો લાભ દ્વારકાની ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. આ પ્રસંગે પંચકુંડી મહાયજ્ઞ સાથે ગણપતિ મંદિરે નૂતન ધ્વજારોહણ, ખુલ્લા પડદે સ્નાન અભિષેક સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો દ્વારા આ ઉજવણી કરાઈ હતી.
છેલ્લા ત્રણ વર્ષથી વિનાયક ચોથના દિવસે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આવા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારકાનાં આ રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપના માધ્યમથી કરવામાં આવે છે.

