Gujarat

બગદાણા વાળા બજરંગ દાસ બાપા ના પરમ સેવક..ચલાલાના પ્રાગજી બાપા છેલ્લા પચાચ વર્ષથી ગૌમાતાને લીલુ નાખે છે

પક્ષીને ચણ અને કુતરાને બીસ્કીટ ખવરાવાની અનેરી સેવા ટાઢ તડકો અને વરસાદમાં પણ અવિરત સેવા ચાલુ..
ચલાલા અંશાઅવતાર દાનમહારાજની પવિત્ર ભુમી એવા ચલાલા દાનેવધામ સંતોની ભુમી હોય આ પવિત્ર ભુમીનો પ્રતાપ છે..આ પવિત્ર ભુમી પર માનવસેવા,ગૌસેવા, આરોગ્ય સેવા,અનાથ અને વૃધ્ધોને ટીફીન પહોચાડવા,ધાબળા વિતરણ,ચંપલ વિતરણ,સદાવ્રત,
ભુખ્યાને ભોજન, પક્ષીઓને ચણ સહીતની અનેક સકારત્મક,ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વિરલાઓ જોવા મળે છે..તેવા જ એક શાંત સરળ,સહજ,અને માયાળુ સ્વભાવ અને સંત શ્રી બજરંગદાસ બાપા પર અપાર શ્રધ્ધા ધરાવતા એવા બાપાના સેવક શ્રી પ્રાગજીબાપા ઉનાગરની ગૌસેવાની વાત ચલાલા પંથકના અનેક લોકો પાસેથી સાંભળેલી વાત કરવી છે..
ચલાલાના સાવરકુંડલા રોડ પર આવેલ ગેઇટ પાસે રહેતા અને આખો દિવસ બાપાસીતારામ, બાપાસીતારામ નામનું રટણ કરતા એંશી વર્ષના વાટલીયા કુંભાર પ્રાગજીદાદાની જીવદયા અને ગૌસેવા સામે આવી છે..પ્રાગજી દાદા કાયમ વર્ષોથી સવારમાં પાંચ વાગે જાગી જાય..સવારમાં બાપા બજરંગદાસ બાપાને ધુપ દિવા પુજા પાઠ કરી ડેલી પાસે ઢોલીયો ઢાળી ઢોલીયા પર બેસે ત્યાંજ ગાયો આવવા લાગે..અને પ્રાગજી બાપા બાપા સીતારામ બોલતા જાય..ગાયોને કડબ, રજકો, સહીત નુ લીલુ સવારના નવ વાગ્યા સુધી નાખતા જાય..ત્યાર બાદ શિરાવે..(શિરાવવું એટલે સવારનો નાસ્તો) ત્યાર બાદ સવારથી સાંજ સુધી કબુતર ચકલા જેવા પક્ષી ઓને ચણ અવિરત નાખે.. અને કુતરાને દરરોજ બીસ્કીટ નાખવાનું પણ ના ભૂલે..દયાળુ પ્રાગજીબાપાનો આ નિત્યક્રમ બની ગયો છે..
અંદાજે છેલ્લા પચાચેક વર્ષોથી આ ગૌસેવા ચાલેછે..શિયાળો ચોમાસુ કે ઉનાળો, કે પ્રાગજીબાપાના પરીવારમાં સુખ દુઃખનો ગમે તેવો પ્રસંગ હોય તો પણ આ સેવાકાર્ય અને નિત્યક્રમમાં ક્યારે રજા નથી પાડતાં..પ્રાગજીબાપાને કયારેક જ બહાર જવાનુ થાય તો તેના પરીવારના સભ્યો આ સીલસીલો ચાલુ રાખે છે.. પ્રાગજીબાપા સવારમાં ગાયોને લીલુ નાખતાં હોય ત્યારે બીજા લોકો પણ ત્યાં આવી ને ગાયુને લીલુ નાખે છે અને અમુક લોકો પૈસા પણ આપે અને બાપા અમારુ લીલુ નાખી દેજો..તો બાપા હડપ દઇને ઉભા થઈ ને સાયકલ લઇને ગામમાંથી લીલુ લાવીને ગાયો ખવરાવી દેય..તેવી રીતે બીજાને પણ પુણ્ય કમાવામાં મદદરૂપ બનેછે..લોકોના જણાવ્યા મુજબ પ્રાગજીબાપા જયાં બેસે ત્યાં ગાયો અને કુતરા ભેગા થવા લાગે..નિર્દોષ પશુ પંખીઓ પણ સેવા ભાવી પ્રાગજીબાપાને ઓળખી લેય છે..
આવા પ્રાગજીબાપા લોકોને ગમે તે સમયે મળે તો તેના મોઢામાં બાપાસીતારામનું નામ જ સાંભળવા મળે..પરોપકારી સ્વભાવના પ્રાગજીબાપા કહેશે કે ગાયમાતા અને પક્ષીઓને ખવરાવી તેની સેવા કરો એટલે અડસઠ તીર્થની જાત્રા અહીયા જ છે..એશી વર્ષની ઉંમરે પોતાને કોઈ રોગ નથી..ફુલ નિરોગી છે..ગૌસેવક પ્રાગજીબાપા ધનજીભાઇ ઉનાગરને પ્રવિણભાઈ, અંરવિદભાઇ અને શૈલેષભાઇ એમ  સજ્જન અને સમજદાર ત્રણ દિકરાઓ છે..
તેઓ પણ પ્રાગજીબાપાના સંસ્કારોનું સિંચન કરી કામધંધાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોતરાયા છે..દાનમહારાજની પવિત્ર ભુમી ચલાલામાં સેવાકીય કાર્ય કરતા અનેક વિરલાઓને વંદન..અને અંતમા લોકોએ જણાવ્યા મુજબ પ્રાગજીબાપા મળવા જેવા માણસ તો છે જ.એકવાર પ્રાગજીબાપાને મળવુ જોઈએ..
બિપીન પાંધી સાવરકુંડલા