તળાજા તાલુકા સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આ વર્ષે ભગવાન પરશુરામ જન્મોત્સવ તળાજાના પીપરલા મુકામે યોજાશે. સમસ્ત બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામનો જન્મદિવસ વૈશાખ સુદ 3 તા.10- 05-2024ના સાંજના 7 કલાકે શ્રીજી વાડી પીપરલા ગામે શ્રદ્ધા ભક્તિ અને અનન્ય ઉત્સાહપૂર્વક યોજવામાં આવશે.
આ પાવન દિવસે મહંત આત્માનંદ સરસ્વતીજી (ભજનાનંદ આશ્રમ બોટાદ) ના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા તાલુકા બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો, અને વિશાળ પ્રમાણમાં તાલુકા બ્રહ્મ સમાજના ભાઈ બહેનોની હાજરીમાં યોજાનાર વિશાળ ધર્મસભામાં પ્રેરક વક્તવ્ય આપશે તેમજ આ દિવસે તળાજા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની ચોર્યાસી યોજાશે. ધર્મસભા પૂર્ણ થયા બાદ બ્રહ્મ ચોર્યાસીનું પણ આયોજન કરવામાં આવેલ છે.

