– અંકલેશ્વરની દીવા રોડ પર આવેલ સ્વામિ વિવેકાનંદ સ્કૂલમાં ટોયલેટ-બાથરૂમવાળા સ્ટોરરૂમમાં ભણાવાય છે.
– દુર્ગંધ અને ગંદકીથી એક વિદ્યાર્થીની બિમાર પડી જતા વાલીઓ વિફર્યા,
અંકલેશ્વર દીવા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બિનઅનકૂળ પરિસ્થિતિમાં અભ્યાસ કરાવવામાં આવે છે. સ્કૂલના કલાસમાં ટોયલેટ-બાથરૂમવાળા સ્ટોરરૂમને વર્ગખંડ તરીકે ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યાં અસંખ્ય દુર્ગંધ વચ્ચે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાની માહિતી સાંપડી છે.
અંકલેશ્વર દીવારોડ પરની સ્વામિ વિવેકાનંદ સ્કૂલ અભ્યાસ કરવાના કારણે એક વિદ્યાર્થીની બીમાર પડી ગઈ હોવાનો આક્ષેપો થતા આ પ્રકરણથી સ્કૂલના યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાે અભાવ હોવાનું ખુલવા પામ્યું છે.આ પ્રકારની પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ બાબતે વાલીઓ દ્વારા અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં સંસ્થા દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા ન હોતા.
જેથી પોતાના બાળકો બિમાર ન પડે તે માટે એક સમયના NSUIના કાર્યકર્તા અને હાલ સામાજીક કાર્યકર નો સંપર્ક કરતા તેઓ વાલીઓને લઈને શાળાએ રજુઆત માટે આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્કૂલમાં સ્વચ્છતા, પાણી, અભ્યાસ, ટ્રાન્સપોર્ટ અને નાસ્તા જેવા પ્રાથમિક મુદ્દાઓ પર પણ તાત્કાલિક ધ્યાને લેવામાં આવવું જોઈએ. સ્કુલમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જોવા મળી રહયો છે. આવામાં આ સ્કૂલને પરમીશન કેવીરીતે મળી તેજ તપાસનો વિષય છે.
વાલીઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ સાથે આ વિષય પર રજૂઆતો કરવામાં આવતા મેનેજમેન્ટ દ્વારા સમસ્યાના નિરાકરણની બાંહેધરી આપવામાં આવી હતી.
વિરલ ગોહિલ, ભરૂચ