Gujarat

વહેલી સવારે બોલેરો પીકઅપ વાન રોડ પરથી ઉતરી જતા મુસાફરો ઇજાગ્રસ્ત

કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વહેલી સવારના સમયે એક બોલેરો પીકઅપ વાન રસ્તા પરથી નીચે ઉતરી જતા તેમાં જઈ રહેલા 8 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામેથી રાજકોટ પાર્સિંગની એક બોલેરો પીકઅપ વાન આજરોજ સવારે આશરે 6:30 વાગ્યાના સમયે મુસાફરોને લઈને જઈ રહી હતી. ત્યારે કોઈ કારણોસર આ બોલેરો રોડની નીચે ઉતરી જવા પામી હતી.

જેના કારણે આ બોલેરોમાં જઈ રહેલા આઠ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા ઇમર્જન્સી 108 વાહન મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી. સદભાગ્યે મોટી જાનહાની થતા અટકી હતી.