Gujarat

ઉના પ્રાંત કચેરી ખાતે રોગી કલ્યાણ સમિતિની મીટીંગ યોજાઈ

ઉના પ્રાંત કચેરી ખાતે ડે કલેક્ટર ચિરાગ હિરવાણીયાના અધ્યક્ષ સ્થાને સરકારી જીલ્લા સબ ડીસ્ટ્રિક હોસ્પિટલની RKS ઉના તેમજ ગીરગઢડા ની સંયુક્ત મીટીંગ યોજાઈ હતી જેમાં હોસ્પિટલમાં સુવિધાઓ અંગે ચર્ચા કરવામા આવી સમિતિ મા પીઆઈયું ની નબળી કામગીરી અને ઘોર બેદરકારીને લઇ અનેક પ્રશ્નો થયા પ્રાંત અધિકારી હિરવાણીયા દ્વારા જેની ગંભીર નોંધ લેવામાં આવી તેમજ જે કામ થયેલ નાં હોય તેની સમીક્ષા કરવામાં આવેલી સાથે અગાઉની સરકારી ગ્રાન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની લેખિતમાં માહિતી આપવા પીઆયયું ભરત ગોહિલના પ્રતિનિધિ ને કહેવામાં આવ્યું હતું સાથે રોગી કલ્યાણ સમિતિની બેઠક રેગ્યુલર થાય તેવું સુચન પણ કરવામાં આવ્યું સાથે દર્દીઓને હાલાકી ન પડે તે માટે ડોક્ટરનાં સમય પત્રક સાથે RKS નાં સભ્યોની યાદી હોસ્પિટલના લોબીમાં મુકવા સુચના આપવામાં આવી મિટિંગમાં ડો આશાબેન ચાવડા,વિનોદભાઈ બાંભણીયા,મયંકભાઇ જોશી,હરેશભાઈ ટીલવાણી, ડો.પ્રિન્સ જોશી,સુનિલભાઈ મુલચંદાની,ગિરિશભાઈ પરમાર,ભાવેશ ડેર,ભેટારિયા સહિત ઊપસ્થિત રહ્યા હતા ઉલેખનીય છે કે સરકાર દ્વારા અનેક ગ્રાન્ટો ધરિદ્ર નારાયણની સેવા માટે આપવામાં આવે છે પરંતુ પીઆઇયું જેવી એજન્સીઓ સમયસર અથવા એમ કહી શકાય કે કોઈ કામગીરી ન કરતા હોય અનેક દર્દીઓ,ડોક્ટરો અને સ્ટાફે હાલાકી ભોગવવી પડતી હોય છે અને હોસ્પિટલો પ્રાથમિક જરૂરિયાતો થી પણ વંચિત રહે છે આવી સ્થિતિ ઉના તાલુકા ની અનેક હોસ્પિટલો ની છે