ચૈત્ર સુદ આઠમ ના પવિત્ર દિવસ નિમિત્તે કઠલાલ તાલુકાના ગોગજીપૂરા શક્તિ ધામ ખાતે સમગ્ર ઝાલા વંશ ની કુળદેવી શક્તિ માતાજી ના મંદિર ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ૧૨ માં પાટોસત્વ ની ઉજવણી કરવામાં આવી.સાથે સાથે ગામના ૨૦ બટુકો નીસમૂહ ચૌલક્રિયા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.માતાજીને શ્રીફળ હોમી નવચંડી યજ્ઞ તેમજ ગામના યુવાનો દ્વારા સતત મહેનત કરી માતાજી ના ભંડારા નું આયોજન કરાયું ગામના યુવક મંડળો ભેગા થઈ માતાજીના પ્રસંગ ને ધામધૂમ પૂર્વક ઉજવાયો.

