પાવીજેતપુર છોટાઉદેપુર નેશનલ હાઇવે 56 ઉપર રેલવે ટ્રેકની બાજુમાં પાણી ભરાતા રોડની બાજુ માં તળાવ જેવી સ્થિતિ થતાં થોડાક જ વરસાદમાં પાણી રોડ ઉપર આવી જાય છે. વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે.
જ્યારે નેશનલ હાઇવે 56 ના અધિકારીઓ રોડની બાજુમાં તળાવ જેવી પરિસ્થિતિ હોવા છતાંય પાણી ના નિકાલ માટે ગટર લાઈન બનાવતા નથી. અને રોડ ઉપર ઓવર ટેપિંગ થઈને પાણી આવી જતું હોવાથી રાહદારીઓ હાઇવે ઉપર પગપાળા પસાર થતા હોય ત્યારે સામેથી વાહન આવે ત્યારે તેઓના કપડાં પણ ભીંજાય જાય છે.
અનેક વિદ્યાર્થિઓ આ રસ્તા ઉપરથી શાળા કોલેજ જાય છે. પરંતુ અધિકારીઓ કચેરીમાં બેસીને વહીવટ કરતા હોવાથી પ્રજાને રામ ભરોસે મૂકી દિધી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

