Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં આવનાર ગણેશ મહોત્સવના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ પીઆઇ જે.બી.ભટ્ટ તેમજ પીઆઈ વનરાજ કામળિયાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી.
 
જેમાં ગણેશ મંડળના આયોજકો અને મુસ્લિમ અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર