છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય બહાદરપુર માં સોલર વોટર હીટર પ્લાન્ટ નાખવા બાબતે આજરોજ છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુંભાઈ રાઠવાને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ લેખિત આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
આપેલ આવેદનપત્રમાં સંસદ ને ઉદ્દેશીને જણાવ્યું છે કે સરકારનો હેતુ “”સૌનો સાથ સૌનો વિકાસ”” એ સૂત્રથી છોટાઉદેપુર જિલ્લો પણ આપણા પ્રયત્નથી વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. તેના માટે જે આનંદ અને ગૌરવની વાત છે. આપને આ કામગીરીને ધ્યાન રાખીને ઘણી આશાઓ સાથે આવેદનપત્ર આપીએ છીએ કે અમારા બાળકો હાલ આપના જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ગામ બહાદરપુર તાલુકો સંખેડા ખાતે અભ્યાસ કરે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી નાહવુ પડે છે. જેનાથી બાળકો બીમાર પણ પડી જાય તેમની વેદનાને આપ પણ સમજી શકો એમ છો આ વિષયમાં અમારી નમ્ર વિનંતી છે.
કે છોટાઉદેપુર જિલ્લામાં તૈયાર થયેલી નવનિર્મિત CBSC જવાહર નવોદય વિદ્યાલય માં ભણવા આવનારા તમામ બાળકોને ભવિષ્યમાં ઠંડા પાણીથી આવા શિયાળામાં ન હોવું ના પડે તે માટે આપ સંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી સોલર વોટર હીટર પ્લાન્ટ નાખી આપશો. તેવી સર્વ વિદ્યાર્થીઓના વાલીઓ આપને વિનંતી કરીએ છીએ જો જિલ્લાની એક માત્ર CBSC જવાહર નવોદય વિદ્યાલયમાં સોલર વોટર હીટર નખાય તો આવનારા તમામ વર્ષોમાં બાળકો ઠંડા પાણીથી નહાવાનો પ્રશ્ન કાયમ માટે હાલ થઈ જાય તેમ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

