હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેમ છતાં બજારમાં કોઈ ખાસ ઘરાકી જોવા મળી રહી નથી તો વળી બીજી તરફ કલર અને પિચકારી ના ભાવમાં પણ 20ટકાનો ભાવ વધારો નોંધાયો છે. ભાવ વધારાના પાછળનું મુખ્ય કારણ કાચા માલ અને રો મટીરીયલ ની અછત છે. તેમજ માલની પણ અછત હોવાનું જામનગરના વેપારીઓએ જણાવ્યું હતું. જામનગરમાં હોળીના કલર યુપીના આજુબાજુના ગામડામાંથી આવે છે જ્યારે પિચકારી દિલ્હી બોમ્બે અમદાવાદ સ્થળો પરથી આવી રહી છે જામનગરમાં પિચકારી અને કલરનું અંદાજે 1.5 કરોડનું માર્કેટ છે.
દર વર્ષની સરખામણીએ આ સમયગાળા દરમિયાન બજારમાં જોઈએ તો તેટલી રિટેલમાં તો નહીં પણ હોલસેલ માં પણ ઘરાકી નથી જેની પાછળનું કારણ તહેવાર પ્રત્યેનો લોકોમાં રસ ઘટ્યો અને માર્કેટમાં મંદીનું માહોલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે આ વર્ષે બજારમાં હોળીને લઈને અવનવી વસ્તુઓ જોવા મળી રહી છે જેમાં યુવાનોમાં મેજિકલ કલર ક્લાસ અને મેજિક ટીશર્ટ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે.
2 , 3 અને 5 ડી સુધીની એનિમેશન વાળી પિચકારી
આ વર્ષે બજારમાં બાળકો માટે ખાસ નવી વેરાઈટીઓ જોવા મળી છે. બરાબર છે ટેન્ક વાળી પિચકારીઓ તો બજારમાં ધૂમ મચાવતી હોય છે ત્યારે આ વર્ષે તેમાં પણ અલગ અલગ ટેન્ક ની સાઈઝ વાળી તો ખરી જ પરંતુ આ વર્ષે તેમજ ટુડી થ્રીડી અને ફાઈવ ડી એનિમેશન પણ જોવા મળી રહ્યું છે તો આ સાથે જ વળી આ વર્ષે બજારમાં ગિફ્ટ બોક્સ વાળી પિચકારી પણ ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. બાળકો બોક્સ ખોલશે ત્યારે તેમાં સરપ્રાઈઝ ગિફ્ટ પણ નીકળશે.
યુવાનો માટે હોળી સ્પેશિયલ મેજિકલ ટીશર્ટ
કોરોના કારણે છેલ્લા ઘણા સમયથી બજારમાં કોઈ નવી વસ્તુ જોવા મળી રહી ન હતી. ત્યારે આ વર્ષે મેજિક ટીશર્ટ અને મેજિકલ કલર ગ્લાસ બજારમાં આવ્યા છે. મેજિક ટીશર્ટ પર પાણી અડતા જ ટીશર્ટનો કલર બદલી જશે જ્યારે મેજિકલ કલર ગ્લાસમાં પાણી ઉમેરાતા પાણી નો કલર બદલી જશે. > મનોજભાઈ પરમાર , કલર અને પિચકારીના વેપારી, જામનગર.

