છેલ્લા ઘણા સમયથી ડોક્ટર અને દર્દીઓના સગા વચ્ચે માથાકૂટ થયાના બનાવો હોસ્પિટલમાં બની રહ્યા છે. જેને લઇ હોસ્પિટલની સિક્યુરિટી પર પણ સવાલો ઊભા થયા છે. જે મામલે જૂનાગઢ સિવિલમાં આવતા દર્દીઓના સગાને મુલાકાત અને રાત્રી રોકાણ માટે પાસ ઈશ્યૂ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આવનારા સમયમાં જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા માટે રાત્રી રોકાણ તેમજ મુલાકાત માટે અલગ અલગ વિભાગના જુદા કલરના પાસ ઇશ્યૂ કરવાનું આયોજન જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે.
સારવાર માટે આવતા દર્દીઓને સારી રીતે સુરક્ષા અને સારવાર આપી શકાય તે માટેનું જુનાગઢ સિવિલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દર્દીઓ અને તેમના સગાને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેમજ સુરક્ષા વ્યવસ્થા સારી રીતે ગોઠવાય તે માટેનું આયોજન કરવામાં આવશે. જુનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક, ઓર્થોપેડિક ,મેડિસિન ,ડેન્ટલ ,કેન્સર વિભાગ તેમજ અન્ય વિભાગોના અલગ અલગ કલરના પાસ તૈયાર કરવામાં આવશે, આ પાસ કેસ બારી પર રાખવામાં આવશે જેથી કરી જ્યારે દર્દીનો કેસ કાઢવામાં આવે ત્યારે તેમની સાથે આવેલા સગાને આ પાસ ઇશ્યૂ કરવામાં આવશે. તેમજ આવનાર સમયમાં આ મુલાકાત નો સમય 11 થી 1 અને સાંજે 5 થી 9 સમય નક્કી કરવામાં આવશે.

