Gujarat

ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ 

               સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં શિક્ષકગણ દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણને સભાનતાપૂર્વક સાચવી તેનું જતન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
             વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શિક્ષકગણે ખાસ શાળામાં ઉપસ્થિત રહીને પટાંગણમાં નવીન વૃક્ષારોપણ સાથે ગત વર્ષોમાં વાવેલાં વૃક્ષોની સાર-સંભાળની કામગીરીને યથાવત રાખવાનાં હેતુસર વૃક્ષોમાં ખાતર પાણીનું સિંચન કર્યું હતું. આ તબક્કે શાળાનાં આચાર્ય અમિત પટેલે વિદ્યાર્થીઓ જોગ સંદેશો પાઠવ્યો હતો કે વૃક્ષો આપણા મિત્ર છે.
તેની સાથેનો મિત્રભાવ નિકટ રાખીશું તો જ આવનારા દિવસોમાં પર્યાવરણીય વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી શકીશું. સદર ભગીરથ કાર્યમાં વિનોદ ત્રિવેદી તથા પ્રવિણ પટેલ સહર્ષ જોડાયા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.