Gujarat

PM મોદી, જેટલી અને ગોરડિયાના 1312 ચો.મી. પ્લોટ પર બનશે ‘નાદ બ્રહ્મ’ સંસ્થા, અદ્યતન સુવિધા સાથે 100 કરોડના ખર્ચે નિર્માણ

ગાંધીનગરમાં 1312 ચોરસ મીટર પ્લોટમાં ‘નાદ બ્રહ્મ’ સંસ્થા આકાર પામશે. અદ્યતન સુવિધા સાથે 100 કરોડના ખર્ચે ‘નાદ બ્રહ્મ’ સંસ્થાનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મનમંદિર સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

ગાંધીનગરમાં નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી, સુરેન્દ્ર પટેલ તથા પ્રફૂલ ગોરડિયાના સંયુક્ત 1312 ચોરસ મીટર પ્લોટમાં ‘નાદ બ્રહ્મ’ સંસ્થા ઉભી કરવામાં આવશે. પીએમ મોદી દ્વારા દાનમાં અપાયેલા પ્લોટનો ઉપયોગ કરી નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યા માટે નાદ બ્રહ્મ સંસ્થાનું ગાંધીનગરમાં નિર્માણ થશે. આ સંસ્થામાં સંગીત સહિત તમામ વિદ્યાનું શિક્ષણ અપાશે. જે માટે રૂપિયા 100 કરોડનો ખર્ચ થશે.

મુખ્યમંત્રી હાજરીમાં સંસ્થાનું ખાતમુહૂર્ત

ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળે તે માટે ગાંધીનગરમાં નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે. વડાપ્રધાન મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા અધ્યતન સુવિધા સાથે નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ‘નાદ બ્રહ્મ’ સંસ્થાના નિર્માણ માટે વડાપ્રધાનને મળેલા પ્લોટનો ઉપયોગ કરાશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ મનમંદિર સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

1312 ચોરસ મીટર પ્લોટમાં 'નાદ બ્રહ્મ' સંસ્થા આકાર પામશે.