લોકસભા ચૂંટણની આદર્શ આચાર સહિતાનું ચુસ્તપણે પાલન થાય અને શરીર સબધી ગુન્હા થતા અટકાવવા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના આપી છે ત્યારે ગત તા.26ના રોજ રાત્રીના ચોકીવારી વિસ્તારમાં ઓમ હોટલ વાળા સામતભાઈ ધાનાભાઈ કરંગીયા ભાટિયા ગામથી કાર લઈ તેમની હોટલે આવતા હતા તે વેળાએ ચોકીવારીના રસ્તા ઉપર ધૂળ ઉડવા બાબતે મહાદેવીયા ગામના વેજા કરંગીયાએ ફોન કરી સામતભાઈને ગાળો આપી બોલાચાલી કરી હોટલે માથાકૂટ કરવાનું જણાવેલ હતુ.
જે બાબતે સામતભાઈ કરંગીયાએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા તુરત જ પીએસઆઈ અખેડ તથા પી.એસ.આઈ ઝાલા તથા પોલીસ સ્ટાફ ચોકીવારી વિસ્તારમાં જતા હકીકત મળી કે, મહાદેવીયા ગામના વેજા માંડણ કરંગીયા અને તેની સાથેના માણસો હથિયાર ધારણ કરી મહાદેવીયાગામની બહાર આલા કરંગીયાની વાડી પાસે રસ્તામાં ઉભા હોય અને સામતભાઈ કરંગીયાની રેકી કરતા હોય ત્યાં રાજશી મુરૂ કરંગીયા, પબુ આલા કરંગીયા, સાજણ કરશન કરંગીયા, રામદે મસરી કરંગીયા, માંડા હમીર કરંગીયા, આલા કરશન કરંગીયા, હેમંત આલા કરંગીયા નામના ઈસમોએપોતાના હાથમાં ધોકા, પાઇપ જેવા હથિયારો સાથે ઉભા હોય જેથી તેઓની સામે અને નાશી ગયેલ વેજા માંડા કરંગીયા, દેવા કારા કરંગીયા અને ગોવા કારા કરંગીયા વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી ફરિયાદી સામત ધાના કરંગીયાની ફરિયાદ લઈ રાયોટિંગ જાહેરનામા ભંગ તેમજ વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન નાશી ગયેલ ઇસમોની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

