Gujarat

વરાછામાં ડ્રોન સાથે પોલીસનું કોમ્બિંગ, સંવેદનશીલ પાટીચાલ ઝૂંપડપટ્ટીમાં પોલીસ કાફલા સાથે ઘૂસી, હથિયાર સાથે 4 અને 4 દારૂ પીધેલા ઝડપાયા

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન આ રીતની ઘટના બનતા હવે સુરત પોલીસ હાઇ એલર્ટ થઈ ગઈ છે.

પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ક્યારે વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટીચાલમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 27 જેટલા શખસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુરતના સૈયદપુરા આવે વિસ્તારમાં ગણેશ પંડાલ પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ચોકીનો ઘેરાવ કરતા ફરી પથ્થરમારો કરતા આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી.

ત્યારબાદ સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આ પથ્થરમારો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈને પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. આ સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.