મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે ગેરકાયદેસર દારુ જપ્ત કર્યા બાદ તેની પકડાયેલ વિરુદ્ધ એક મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્વાલિયર એસપી ધર્મવીર સિંહે આ ઘટના બાબતે જણાવ્યું કે, પોલીસને એક મોટા ઓપરેશન ને અંજામ આપવામાં સફળતા મળી છે.
ગુપ્તચરની સૂચના મળી હતી કે ટેન્કરમાં મોટી માત્રામાં અંગ્રેજી દારુનું સ્મલિંગ થઈ રહ્યું છે, તે બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી, ટેન્કરને રોકવામાં આવ્યું અને તપાસ કરતાં જોયું તો તે સલ્ફ્યૂરિક ટેન્કર લાગતું હતું પરંતુ ટેન્કરનું જ્યારે ઢાંકણું ખોલવામાં આવ્યું તો તેમાં મોટી માત્રામાં અંગ્રેજી દારુની પેટીઓ મળી આવી હતી અને પોલીસ દ્વારા લગભગ ૭૦૨ પેટીઓ જપ્ત કરવામાં આવી છે, જેની અનુમાનિત કિંમત લગભગ ૫૨ લાખ રૂપિયા છે.
ગ્વાલિયર એસપી ધર્મવીર સિંહે વધુમાં કયું હતું કે, આ ઘટના બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, ટેન્કરનો માલિક રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. મનીષ નામના વ્યક્તિએ સીકરમાં ટેન્કરને હેંડઓવર કર્યું હતું. તેને નાગપુરથી લઈ જઈ રહ્યા હતા. રિમાન્ડ બાદ જાણવા મળ્યું કે, મનીષ નામનો વ્યક્તિ કોણ છે અને કેવી રીતે આ રેકેટ સાથે જોડાયેલ છે.