ઉનાના સનખડા વિસ્તાર માંથી એક શખ્સ જાહેરમાં પોતાના હાથના તલવાર જેવા હથિયાર લઈ પસાર થતા પોલીસે આ શખ્સને હથિયાર સાથે ઝડપી લીધો હતો. અને પોલીસે લોકસભા ચૂંટણી સબબ જાહેરનામાનો ભંગના ગુન્હા હેઠળ આગળની તપાસ કરી કાયૅવાહી હાથ ધરેલ છે.
જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર- સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ. એમ.એન.રાણાની સુચનાથી સનખડા વિસ્તારના પી.એસ.આઇ. આર.પી.જાદવ તથા સનખડા પોલીસે ટીમો બનાવી હતી. ત્યારે સનખડા વિસ્તારમાંથી શખ્સને હથિયાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉનાના સનખડા વિસ્તારમાં પી.એસ.આઇ. આર.પી.જાદવ, શાંતીલાલ સોલંકી તથા કિશોરભાઇ જીવાભાઈ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખત્રીવાડા ગામે મહાકાળી ચોકમાં આવતા એક શખ્સને જાહેર રસ્તા પર પોતાના હાથમા ખુલ્લી તલવાર લઇ આવતો હતો. જેથી આ શખ્સને રોકાવી પોતાના હાથમા રહેલી તલવાર બાબતે પુછતા આડા અવળા જવાબો આપતો હોય, અને આ શખ્સ જાહેરમા તલવાર હથીયાર સાથે ઝડપી પાડયો હતો.
આ શખ્સની વઘુ પૂછપરછ હાથ ધરતા પોતાનુ નામ ઉકા અમરૂ સોલંકી રહે. ખત્રીવાડા આ શખ્સે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં સ્ટીલ જેવા ધાતુની તલવાર હથિયાર રાખી મહે.જીલ્લા મેજી.સા ગીર સોમનાથની કચેરીના જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ મળી આવતા પોલીસ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે..

