જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખડેલુએ જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જેઅંગે જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા તથા ધ્રોલ સર્કલ પીઆઈ એ.આર. ચૌધરી, પીએસઆઈ પી.જી. પનારાની સુચના મુજબ સ્ટાફના માણસો ધ્રોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન ધ્રોલ પોલીસ સ્ટાફના પો.કોન્સ રાજેશભાઈ મકવાણાને બાતમી મળેલ કે જામનગર-રાજકોટ હાઈવે રોડ, શિવમ હોટલના પાર્કીંગમાં અમુક ઈસમો ગેરકાયદે રીતે ગેસ ભરેલા ટેન્કરના વાલ્વ બોક્ષનું સીલ તોડી રબ્બરની પાઈપ દ્વારા ગેસના ખાલી બાટલામાં રીફીલીંગ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.

જે હકીક્ત આધારે રેઈડ કરતા ત્યાથી હોટલવાળો દેવરામ દોલારામ ચૌધરી (ઉ.38) રહે. 45-એ, બસ સ્ટેન્ડની સામે પડધરી, મોહમદ નસીમ મોહમદસમી (ઉ.38) રહે. નોઆપુર પ્રતાપગઢ, યુપી, તથા મોહમદ સલીમ મોહમદ હફીજ (ઉ.40) રહે. પુરેવલી સદર, પ્રતાપગઢ યુપી નામના ૩ ઈસમોને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદે રીતે ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસના ખાલી બાટલામાં ગેસનું રીફીલીંગ કરતા હોય જેથી પકડી લીધા હતા. આ

