પોસ્ટ ઓફિસ MIS સ્કીમમાં તમે દર મહિને વધુમાં વધુ ૯ હજાર ૨૫૦ રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકો છો. પરંતુ આટલી કમાણી કરવા માટે તમારે એક વખત ૧૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જાે કે, માસિક આવક યોજનામાં, વ્યક્તિ એક જ ખાતું ખોલી શકે છે અને પતિ અને પત્ની જાેઇન્ટ ખાતું ખોલી શકે છે.
આ ઉપરાંત, રોકાણ પર તમને વાર્ષિક ૭.૪૦ ટકા આકર્ષક વ્યાજ દર મળે છે. તમારે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં ૫ વર્ષ માટે રોકાણ કરવું પડશે. જેમાં સિંગલ એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ વધુમાં વધુ ૯ લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. જ્યારે જાેઇન્ટ ખાતું ધરાવતા વ્યક્તિઓ વધુમાં વધુ ૧૫ લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે.
જ્યારે તમે રોકાણના ૫ વર્ષ પૂર્ણ કરો છો, તો તમે ૫ વર્ષ માટે ફરીથી રોકાણ કરી શકો છો. ર્ઁં માસિક આવક યોજના સરકારી યોજના હોવાથી, તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, તમને પાકતી મુદત પર ખાતરીપૂર્વક વળતર આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસ સ્કીમમાં, રોકાણકારો ૧૦૦૦ ના ગુણાંકમાં પૈસા જમા કરી શકે છે. તેમાં વધુમાં વધુ ૧૫ લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. તમને જમા રકમ પર ૭.૪ ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ સ્ૈંજી સ્કીમ ૨૦૨૪ માં રોકાણ કરવા માટે, તમારે ભારતના નાગરિક હોવા આવશ્યક છે. આ સિવાય ૧૦ વર્ષનું બાળક પણ આ ખાતામાં પૈસા જમા કરાવી શકે છે. પરંતુ જ્યારે બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેના માટે એકાઉન્ટને સગીરમાંથી પુખ્તમાં બદલવું ફરજિયાત છે. તમે એક ખાતામાં ૯ લાખ રૂપિયાથી વધુ જમા કરી શકતા નથી. રોકાણ કરવા માટે, તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને ત્યાંથી આ યોજના સંબંધિત અરજી ફોર્મ મેળવવું પડશે. આ પછી તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
હવે તમારે અરજી ફોર્મ સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, એડ્રેસ પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જાેડવો પડશે અને તેને ત્યાં સબમિટ કરવો પડશે. જાે કે, તમે પૈસા રોકડમાં અથવા ચેક દ્વારા જમા કરાવી શકો છો. જાે સિંગલ એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ સ્કીમમાં વધુમાં વધુ ૯ લાખ રૂપિયા જમા કરાવે છે, તો તે ૭.૪ ટકાના દરે દર મહિને ૫,૫૫૦ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. જાેઇન્ટ ખાતું ધરાવનાર વ્યક્તિ આ સ્કીમમાં વધુમાં વધુ ૧૫ લાખ રૂપિયા જમા કરાવે છે, તો ૭.૪ ટકાના હિસાબે તમને દર મહિને ૯ હજાર ૨૫૦ રૂપિયા મળશે.
પૈસા ઉપાડવાના નિયમો
જાે તમે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો અને તમારા પૈસાની જરૂર પડશે, તો તમે સમયસર પૈસા ઉપાડી શકશો નહીં.
જાે તમે ૧ વર્ષથી ૩ વર્ષની અંદર આ સ્કીમમાંથી પૈસા ઉપાડો છો, તો તમારા દ્વારા જમા કરાયેલી રકમમાંથી ૨ ટકા સુધી કાપવામાં આવે છે.
જાે રોકાણકારો તમે ૩ વર્ષથી ૫ વર્ષની વચ્ચે જમા કરેલી રકમ ઉપાડી લે છે, તો તમારી ડિપોઝિટની રકમમાંથી ૧ ટકા સુધી કાપવામાં આવે છે.

