ગોધરામાં પ્રથમ વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર ખાડાઓનું સર્જન થતા શહેર ખાડા ગ્રસ્ત લાગી રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગ પર રસ્તાઓ વરસાદમાં ધોવાઇ જતા ખાડાઓ પડતા શહેરીજનોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાલિકા એક બે દીવસમાં કપચી ઼ડસ્ટ નાખીને ખાડાઓ પુરવાની વાતો કરી રહી છે.

ત્યારે ખાડા ભરેલી ડસ્ટ વરસાદી પાણીથી ધોવાઇ જશે તો પાછા ખાડાઓ પડવાના છે જ ગોધરા શહેરમાં છેલ્લા અઠવાડિયાની છુટોછવાયો વરસાદ વરસતા શહેરમાં પાલિકા દ્વારા રસ્તાઓ ધોવાઇ જવાથી મોટા ભાગના રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. શહેરના મુખ્ય માર્ગો ખખડધજ હોવાથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
