જેતપુર તાલુકાનું પ્રથમ એવું ગામ જે સંપૂર્ણ પણે તમામ સુવિધા યુક્ત
જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના આજે સો વર્ષ પૂરા થતા શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે. ગામની અખંડદિતા નાં કારણે આજે ગામમાં વાત છે આ કથામાં લોકો ઉમટી પડ્યા હતા.
જેતપુર તાલુકા નું પ્રથમ એવું ગામ જેને 100 વર્ષ પૂરા થતા પ્રેમગઢ ગામમાં સમસ્ત ગામ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું અને આ સપ્તાહમાં તમામ ગ્રામજનો જોડાયા છે પ્રથમ દિવસે પોથીયાત્રા નીકળી હતી અને જેમાં ગજરાજ હાથી પર વક્તાને તેમજ ભાગવતજીનું કથા મંડપ સુધી વાંજતે ગાજતે સામૈયાઓ કર્યા હતા.
સો વર્ષ પહેલા આ ગામનો ટીંબો સ્થપાયો હતો અને જેમના કારણે ગામમાં પ્રેમ ભાવ થી બધા હળી મળીને રહેતા હોય જેથી આ ગામ પ્રેમગઢ પાડવામાં આવ્યું હતું. જેમાં જામનગરના રાજવીનો સાથ સહકાર એ સમયે મળી રહ્યો હતો.

હાલ ગામના સરપંચ વિરલ ઠોળિયા સીએની પદવી ધરાવે છે.જેથી યુવા અને એજ્યુકેશનની પેઢી માથી આવતા હોય. વતન પ્રત્યેનો ઋણ અદા કરવાનું નેમ કરી હોય તે રીતે. ગામના રોડ રસ્તાઓ, તેમજ ગટર વ્યવસ્થા અને સમૃદ્ધ ગામ બનાવીને જપ્યા છે. પ્રેમગઢ ગામમાં બાળકીંડાગણ, બગીચાઓ ગેટ તેમજ આખું ગામ 65 થી વધારે સીસીટીવી યુક્ત ગામ બનાવ્યું છે. જ્યારે ગામમાં એક પણ જગ્યાએ ઉકરડો જોવા મળતો નથી. ગામની વિકાસશીલતા અને એકતા આખે ઉડી વળગે તેવી જોવા મળી રહી છે.
પ્રેમગઢ ગામના સો વર્ષ થતા ગામના તમામ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ રસ પાન કરાવી રહ્યા છે. અને શ્રોતાઓ તરીકે ગ્રામજનો ભાવવિભોર બન્યા છે.

