Gujarat

રાજકોટ જિલ્લાની પાંચ પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ

રાજકોટની જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, અને જસદણ,એમ પાંચ નગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થવા પામેલ છે.
રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજયની ૯૪નગરપાલિકાઓની આગામી સામાન્ય, મધ્યસત્ર, અને પેટાચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુકિત કરી દેવામાં આવી છે. જેમાં જેતપુર-નવાગઢ નગર પાલિકાની ચૂંટણી માટે પ્રાંત અધિકારી ગોંડલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે જેતપુર શહેર અને ગ્રામ્યના મામલતદારની નિયુકિત કરવામાં આવી છે.
આવી જ રીતે ધોરાજી પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ધોરાજી પ્રાંત અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ધોરાજી મામલતદાર ઉચ્ચ પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ વિકાસ અધિકારી રેવન્યુ અને મામલતદાર ભાયાવદર પાલિકાની ચૂંટણી માટે જિલ્લા પુરવઠા અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે અને તાલુકા વિકાસ અધિકારી ઉપલેટાની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુકિતી કરવામાં આવીછે. જસદણ પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી અને જસદણ મામલતદાર નિયુકિત કરવામાં આવી છે.