ઉનામાં ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.ડી. કે, વાજાને “દાર્શનિક”ની ગીર સોમનાથ જિલ્લામાંથી સાહિત્યનો અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ -2024 માટે પસંદગી કરવામાં આવી. આવનાર દિવસોમાં શિક્ષકને એવોર્ડ ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવશે…
`શિક્ષક સંહિતા` શિક્ષકની ધરોહર તથા તેમના જ્યોતિ પુંજ લક્ષણોનો સંચિત પુસ્તક ગણીને પસંદગી થતા શાળા, કુટુંબ, સમાજ તથા મિત્રોએ હદયથી શુભેચ્છા પાઠવી હતી. સાહિત્યસર્જન ક્ષેત્રે તેઓ 30 વર્ષથી ઉત્તમ સર્જન કરી રહ્યા છે. ડી કે વાજા એ 900 દોહરા’ 700 નવ્યાંક,450 હાઈકું અને 200 જેટલા કાવ્યો (ગીત,ગઝલ અને સોનેટ) સંક્ષિપ્ત ગુજરાતી વ્યાકરણ, આઝાદીકા અમૃતોત્સવ, લેખન પૂર્ણ કરેલ છે. મનમુક્તિધામ લેખનમાં કાર્યરત છે. જે વિપુલ પ્રમાણમાં સર્જન કરીને સાહિત્યની ઉમદા સેવા કરી છે. ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી લોકોની શુભકામઓનો પાઠવવામાં આવી હતી. આ એવોર્ડ તા. 7 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગર ખાતે એનાયત થશે.

