Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં પટના ગુરુદ્વારામાં શિશ નમાવ્યું

પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારામાં લંગર પીરસ્યું હોય

તખ્ત શ્રી પટના સાહિબ, જેને તખ્ત શ્રી હરમંદિર જી, પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શીખોના પાંચ તખ્તોમાંથી એક છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય બિહાર પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબ ગુરુદ્વારામાં પાઘડી પહેરતા પણ જોવા મળ્યા હતા ત્યારબાદ પીએમ મોદીએ ગુરુદ્વારામાં માથું નમાવીને પ્રાર્થના કરી હતી. આ પછી પીએમ મોદીએ લંગર ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને અહીં પ્રસાદી બનાવી હતી, આ દરમિયાન વડાપ્રધાને રોટલી પણ બનાવી હતી. તેમણે લંગરમાં લોકોને પોતાના હાથે પ્રસાદ પીરસ્યો હતો.

તખ્ત શ્રી પટના સાહિબ, જેને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પટનામાં સ્થિત શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. તખ્તનું નિર્માણ ૧૮ મી સદીમાં મહારાજા રણજીત સિંહ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યું હતું.

pm એ માથા પર પાઘડી પહેરી હતી. તેઓ લગભગ ૨૦ મિનિટ સુધી ગુરુદ્વારામાં રહ્યા. રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હાજર હતા. આ પહેલીવાર છે જ્યારે કોઈ pm પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

પીએમ મોદીની સુરક્ષાને લઈને પટનામાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત છે. આજે પણ અનેક જગ્યાએ ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને પટના શહેરના દરેક ખૂણા પર પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. ઁસ્ મોદી પટનાના ઈકો પાર્ક પહોંચ્યા હતા. જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઁસ્ ના કાર્યક્રમને લઈને શીખ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તખ્ત શ્રી હરવિંદર સાહિબ ગુરુદ્વારાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગુરુદ્વારાની આસપાસના તમામ રસ્તાઓ અને ઘરોની યાદી બનાવવામાં આવી છે, જેના પર વહીવટીતંત્ર ખાસ નજર રહેશે. છેલ્લા બે દિવસથી આ મકાનો અને રસ્તાઓ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.