Gujarat

કઠલાલ ખાતે યુનિક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પબ્લિક સ્કૂલનું ખાતમુહૂર્ત.

યુનિક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કઠલાલ દ્વારા સંચાલિત કઠલાલ પબ્લિક સ્કૂલના સંગે બુનિયાદ નો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કપડવંજ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ,ધર્મગરૂઓ સહિત કઠલાલ તથા આજુબાજુના ગામોમાંથી 5000થી વઘુ મુસ્લિમ જનતાએ
હાજરી આપી હતી.
પ્રોગ્રામ ની શરૂઆત કુરાને પાકની તકરીર થી કરી હતી. મહેમાનો ના ફૂલહાર થી સ્વાગત બાદ ટ્રસ્ટ ના પ્રમુખ આશિક હુસેન મલેકે મહેમાનોનું પરિચય આપી સાબ્દિક સ્વાગત કરી સંસ્થા નો પરિચય આપ્યો હતો.
ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા મુસ્લિમ સમાજ માટે શિક્ષણની જરૂરિયાત પર મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું.આભારવિધિ  ટ્રસ્ટના મંત્રી
સબ્બીરહુસેન મિર્ઝાએ કરી હતી.
પ્રોગ્રામ અત્યંત સફળ રહ્યો હતો.