આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ડોન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ,લોકસેવા કેન્દ્ર, આરાધના સદન સિસ્ટરસ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકસેવા કેન્દ્ર તરફથી ચાલતી બચત મંડળીઓની સભ્ય બહેનો એ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીગિષાબેન રાઠવા જેઓ તડકછલા ખાતે મેડિકલ ઓફિસર છે. અતિથી વિશેષ બીનાબેન રાઠવા જેઓ રાણી કાજલ કન્યા છાત્રલયના ટ્રસ્ટી છે, વૈદ્ય ચેતના બેન જેઓ મહિલા બાળ વિભાગના અધિકારી છે, સાથે ચંપા બેન રાઠવા જેઓ વન સંરક્ષક અધિકારી ઉર્મિલાબેન રાઠવા જેવો RFO છે. અને she ટીમના અધિકારી એસ, એચ પટેલ મેડમ તેઓની ટીમ સાથે , સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ અને ૧૮૧ અભયમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. અને મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ, સુરક્ષા માટેની સુવિધાઓ અને આરોગ્ય વિશેની માહિતી આ કાર્યક્રમમાં આપવામાં અવી હતી.સાથે સાથે ડોન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ થાકી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજગ રહે, સુરક્ષા અને સલામતીની યોજનાઓ અને અન્ય વિવિધ યોજનાઓથી માહિતગાર થાય અને ખૂદ બચત મંડળીઓ અને અન્ય કાર્યક્રમો થકી પણ સશકત થાય એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે.