Gujarat

છોટાઉદેપુર જીલ્લાના જેતપુરપાવી પોલીસ સ્ટેશન તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તેમજ વડોદરા જીલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેતપુરપાવી પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જી.છોટાઉદેપુર તથા  કે.એચ.સુર્યવંશી I/C નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન જી.છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય જે આધારે અસરકારક કામગીરી કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણા જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા.
દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણા નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૦૦૮૩૭/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧ તથા (૨) છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી ગુ.૨.નં.૧૧૧૮૪૦૦ ૨૨૪૧૦૨૩/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨) ૮૧,૮૩ મુજબ (૩) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૧૩૦૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ.એ),૮૧ મુજબના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી પ્રવિણભાઈ ઉર્ફે લીંબુ વિનોદભાઈ જાતે તડવી રહે આલમગીર અલ્કાપુરી ફળીયુ સુંદરપુરા પાસે તા.જી.વડોદરા નાઓ મહેંદી કલરનું આખી બાયનું સ્વેટર તથા કમરના ભાગે સફેદ કલરનું જીન્શનું પેન્ટ પહેરેલ છે
તે ઈક્કો ગાડીમાં બેશીને જેતપુરપાવી થી છોટાઉદેપુર તરફ જઈ રહેલ છે તેવી બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર એસ.પી.કચેરી પાસે ટ્રાફીક પોઈન્ટ ઉપર આવી વાહન ચેકીંગ કરતા એક ઈક્કો ગાડીમાં ઉપરોક્ત બાતમી વાળૉ ઇસમ બેસેલ હોય તેને નિચે ઉતારી તેનું નામ ઠામ પુછતા તે પોતે પોતાનું નામ પ્રવિણભાઈ ઉર્ફે લીંબુ વિનોદભાઈ જાતે તડવી રહે આલમગીર અલ્કાપુરી ફળીયુ સુંદરપુરા પાસે તા.જી.વડોદરા નાનો હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હાઓ બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકડ આધારે તપાસ કરતા સદરી ઇસમ (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૦૦૮૩૭/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧ તથા (૨) છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦ ૨૨૪૧૦૨૩/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨) ૮૧,૮૩ મુજબ (૩) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૧૩૦૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ.એ),૮૧ મુજબના ગુન્હાઓના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ.
જેથી સદરી આરોપી પ્રવિણભાઈ ઉર્ફે લીંબુ વિનોદભાઈ જાતે તડવી રહે આલમગીર અલ્કાપુરી ફળીયુ સુંદરપુરા પાસે તા.જી.વડોદરા નાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ જેતપુરપાવી પોલીસ સ્ટેશન દ્રારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તથા વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટેના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર