Gujarat

૨૦ પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને જઇ રહેલા ઈરાની ફિશિંગ જહાજને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી અને ડૂબી રહેલા એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવ્યો

ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે

ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે. ક્યારેક ચાંચિયાઓને કારણે તો ક્યારેક મેડિકલ ઈમરજન્સીમાં જરૂરી મદદ પૂરી પાડી રહી છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમાં ભારતીય નૌકાદળે ઇમરજન્સી કોલનો જવાબ આપતા ૨૦ પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને જઇ રહેલા ઈરાની ફિશિંગ જહાજને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી અને ડૂબી રહેલા એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવ્યો હતો.

નૌકાદળ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલિંગ શિપ ૈંદ્ગજી સુમેધાએ ૩૦ એપ્રિલે આ મદદ પૂરી પાડી હતી. તે સમયે સૂચના મળ્યાના પ્રારંભિક કલાકોમાં એફવી અલ રહમાનીને રોકવામાં આવ્યુ. અમારી એક મેડિકલ નિષ્ણાંતોની ટીમ ઇરાની જહાજ પર ગઇ હતી અને ક્રૂ મેમ્બરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. થોડીવાર પછી તે ભાનમાં આવ્યો હતો. એરફોર્સે એક નિવેદનમાં કહ્યું કે અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજો આ ક્ષેત્રમાં કાર્યરત નાવિકોની સુરક્ષા અને સહાયતા પ્રત્યે તેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.