સાવરકુંડલા ખાતે આવેલ વીરદાદા જસરાજ સેનાની મોક્ષરથની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં માનવમંદિરના પ. પૂ. ભક્તિરામબાપુ
સાવરકુંડલામાં આવેલ માનવમંદિરની મનોરોગી બહેન પાયલ ભટ્ટ કે જેને અહીં માનવમંદિર ખાતે તારીખ ૯-૧-૧૪ના રોજ પોરબંદર ગામના કડિયા પ્લોટ હાઉસિંગ બોર્ડ પોલીસ લાઈન ખાડી કાંઠે રહેતા મહેન્દ્રભાઈ કનકરાય પંડ્યા અહીં માનવમંદિર ખાતે દાખલ કરવા આવેલ. જેનું ગત રોજ દુખદ અવસાન થયેલ છે.તેના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર માનવમંદિર પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
તેમના આત્માને ચિર શાંતિ માટે માનવમંદિરના પ. પૂ. ભક્તિરામબાપુએ પ્રભુ ચરણોમાં ખરા હ્રદયથી પ્રાર્થના કરી હતી. અંતિમ યાત્રા માટે વીરદાદા જસરાજ સેના-હિતેશભાઇ સરૈયાની મોક્ષ રથની કાયમ માટે મોક્ષધામ સુધીની પહોંચાડવાની સેવાની પણ પૂ. ભક્તિરામબાપુએ નોંધ લીધી હતી સાથે સાથે જણાવ્યું હતું કે અંતિમ કીટની સેવા પણ વીરદાદા જસરાજ સેનાના હિતેશભાઈ સરૈયા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આમ એક સેવાકીય સંસ્થા અન્ય સેવાકીય સંસ્થાના સેવા કાર્યો માટે કાર્ય કરે છે એ પણ નોંધનીય બાબત ગણાય.
બિપીન પાંધી સાવરકુંડલા