Gujarat

જેતપુરમાં નગરપાલીકાની મંજુરી વગર બાંધકામના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા સજાનો હુકમ

મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે લાલબતિ સમાન કીસ્સો
જેતપુરમાં લાદી રોડ ઉધીશેરી ખાતે રહેતા લક્ષ્મણદાસ શામણદાસ સોમૈયા તથા ભગવાનદાસ સામણદાસ સોમૈયાએ જેતપુર શહેરમાં કણકીયા પ્લોટમાં કમલેશ પકોડા વાળી મીલકત થી આગળ જેતપુર નગરપાલીકાની બાંધકામની પરવાનગી વગર ફસ્ટ ફલોર અને સેકન્ડ ફલોરનું બાંધકામ કરી દીધેલું ઉપરોકત બાધકામ બાબતે ઉપરોક્ત મીલક્તમાં રહેલા ભાડુઆતોએ ડેપ્યુટી કલેકટરમાં તથા જેતપુર નગરપાલીકામાં મંજુરી વગરના બાંધકામ સબંધી અરજીઓ કરેલી જેના અનુસંધાને જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફઓફીસરે જે તે વખત ના સર્વેયર રમેશભાઈ સરાડવાને તપાસ કરવા માટે હુકમ કરતા સર્વેયરે સ્થાનીકે જઈ ગેરકાયદેસર બાંધકામ બાબતે વિગતવારનો રીપોર્ટ તૈયાર કરેલો અને તેઓના રીપોર્ટ અનુસાર બાંધકામની કીમત ૧૧,૧૫,૦૦૦/- જેવી હોવાનું માલુમ પડેલુ અને આરોપીઓને બાંધકામ નહી કરવા માટે નોટીસ પાઠવેલ હોવા છતાં આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ કરી નાખેલ જેથી નગરપાલીકાના ચીફ ઓફીસરે આરોપીઓ સામે જેતપુર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલો જે કેસમાં નગરપાલીકાના ચીફ ઓફીસર, સર્વેયર તથા મીલક્તમાં રહેલ ભાડુઆતો વિગેરેએ મૈાખીક જુબાની આપેલી જે જુબાનીના અંતે નામદાર જેતપુર કોર્ટે આરોપીઓએ પોતાની માલીકીના જુના અને જર્જરીત બાંધકામ ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસરની પરવાનગી વગર બાંધકામ કરેલ હોવાનું પુરવાર થયેલ જેથી નામદાર જેતપુર કોર્ટ આરોપીને તકસીરવાન ઠરાવી અને ગેરકાયદેસર બાંધકામ થયેલ હોવાનું પુરવાર માનેલું અને બાંધકામની કીંમતના રપ% લેખે એટલે રૂા.૨,૭૮,૭૫૦/- દંડ ફરમાવેલો અને જયાં સુધી ગેરકાયદેસર બાંધકમ રીમુવ ન કરે ત્યાં સુધી પ્રત્યેક દીવસના રૂા.૧૧,૧૫૦/- ચુકવી આપવાનો હુકમ કરેલ છે
ઉપરોકત રીતે જોતા જેતપુર શહેરમાં જયારે મંજુરી વગરના ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટેલ છે ત્યારે આવા કોઈ પણ પ્રકારની મંજુરી વગરના બાંધકામ કરતા અને કાયદાને ઘોળી ને પી જનારાઓ માટે લાલબતી સમાન કિસ્સો હોવાનું જાણવા મળેલ છે ઉપરોક્ત કામમાં આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવતા નગરપાલીકાના ચીફઓફીસરે આરોપીઓનું ગેરકાયદેસર બાંધકામ દુર કરવાનો રસ્તો સાફ થઈ ગયેલ છે ઉપરોક્ત કેસમાં ફરીયાદી નગરપાલીકા તરફેજેતપુરના ધારાશાત્રી વકીલશ્રી ઓની ટીમ જેમાં જેતપુરના સીનીયર વકીલ શ્રી આર.આર.ત્રિવેદી, ભાવેશ પી.ત્રિવેદી. જે.જી. વાઘેલા તથા કું. પારૂલ જી.સિંધવડ રોકાયેલા હતા.